પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી
- અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભોગાવો નદીના પુલની સમીક્ષા
બગોદરા : અમદાવાદના પ્રભારી સચિવ મુકેશ કુમારે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૭ પર ભોગાવો નદીના નવા બ્રિજની મુલાકાત લીધી. તેમણે બ્રિજના એપ્રોચ રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે પણ હાજર રહ્યા.
પ્રભારી સચિવે પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, માર્ગોેના મરામતની કામગીરી પણ તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમજ સ્થળ પર ટ્રાફિકની સ્થિતિ અને ચાલી રહેલી કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની એપ્રોચની કામગીરી પ્રગતિ હેઠળ છે. એપ્રોચની કામગીરી દરમ્યાન ટ્રાફિકનું વહન એક જ લેનમાં કરવાનું હોઈ તેમજ એપ્રોચનું માટીકામ વરસાદી તુ હોઈ ટ્રાફિક પર પડવાની શક્યતા હોઈને તથા ટ્રાફિકની સલામતી જોખમાવાની શક્યતા રહેલી હોવાથી વરસાદી તુ દરમિયાન સલામતીને ધ્યાને લઇને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો બ્રિજ પરના ટ્રાફિકને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.