બોટાદમાં વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી

- વ્યાજે લીધેલા રૂપિયા યુવાને ચૂકવી આપ્યા હતા
- યુવાન પાસે વ્યાજ અને વધુ રૂપિયાની માંગણી કરી શખ્સે જાનકી મારી નાખવાની ધમકી આપી હતી
બોટાદના ગઢડા રોડ રાધાકૃષ્ણ-૨ આનંદધામ પાછળ રહેતા મુકેશભાઈ હમીરભાઇ પંચાળાએ આજથી ત્રણ વર્ષ પહેલા પિતાજીનું દેવું ભરવા તથા અન્ય કામ માટે પૈસાની જરૂરત હોય જેથી તે મારા મિત્ર મુન્ના ચોગઠવાળા પાસેથી રૂ.૧૦ લાખ પાંચ ટકાના વ્યાજે પૈસા લીધા હતા અને દસ માસ બાદ મુકેશભાઈ તેને રૂ ૫ લાખ પરત આપી દીધ હતા અને મુકેશભાઈ વ્યાજના પૈસા નિયમિત આપતો હતા અને મહિને રૂપિયા ૫૦,૦૦૦ વ્યાજના આપી દેતા હતા અને મુકેશભાઈએ આજદિન સુધીમાં કુલ રૂ.૨૦ લાખ ચૂકવી આપ્યા હતા. તેમ છતાં હજુ પણ મહિને ૫૦,૦૦૦ આપવાના અને કહેલ કે હવેથી ૨૦ ટકા રકમ વ્યાજની લાગશે તેમ કહી વ્યાજ અને રૂપિયાની ઉઘરાણી કરી ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય અને રૂપિયાની માંગણી કરતા હોય આ ત્રાસથી કંટાળી મુકેશભાઈએ પોતાના ખેતરે જઈ તુવેરમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેમને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મુકેશભાઈએ મુન્ના વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વ્યાજે લીધેલા રૂપિયા યુવાને પત્નીના ઘરેણા અને પ્લોટ ગીરવે મૂકી ચૂકવી આપ્યા હતા
મુકેશભાઈએ મુન્ના પાસેથી લીધેલા નાણા પત્નીના ઘરેણાં અને પ્લોટ ગીરવે મૂકીને ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા અને મુકેશભાઈએ આપેલ ચેક પણ પરત આપ્યો ન હતો.

