ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં
- આગ અકસ્માતથી બચવા બિલ્ડીંગ ધારકોએ ફાયર એનઓસી લેવુ ફરજીયાત
- ફાયર એનઓસી માટે અરજી આવ્યા બાદ મહાપાલિકાની ફાયર વીંગ તપાસ કરતી હોય છે, તમામ નિયમનુ પાલન થતુ હોય તો ફાયર એનઓસી 15 દિવસમાં મળી જાય છે
ભાવનગર શહેરમાં ઘણી બિલ્ડીંગો આવેલ છે અને બિલ્ડીંગમાં આગ અકસ્માતનો બનાવ બને તો ફાયર સીસ્ટમના ઉપયોગથી આગને કાબુમાં લઈ શકાય અને લોકોના જીવ બચી શકે તે માટે દરેક બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવવુ ફરજીયાત છે. ભાવનગર શહેરમાં છેલ્લા ૬ વર્ષમાં એટલે કે વર્ષ ર૦૧૯-ર૦ થી ર૦ર૪-રપ દરમિયાન કુલ ૧,૩૪૭ બિલ્ડીંગ ધારકે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર એનઓસી) મેળવ્યુ છે. જુના બિલ્ડીંગ એટલે કે વર્ષ ર૦૧૭ પહેલાના બિલ્ડીંગ હોય તો ફાયર એનઓસી માટે ઓફલાઈન અરજી કરવાની હોય છે, જયારે નવુ બિલ્ડીંગ હોય તો ફાયર એનઓસી માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ફાયર એનઓસી માટે અરજી આવ્યા બાદ ફાયર વિંગની ટીમના સભ્યો દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવામાં આવે છે.
ફાયર સીસ્ટમ યોગ્ય છે કે નહિં તે સહિતની તપાસ કર્યા બાદ જો તમામ નિયમનુ પાલન થતુ હોય તો ફાયર એનઓસી ૧પ દિવસમાં આપી દેવામાં આવે છે, જયારે જો નિયમનુ પાલન ન થતુ હોય તો ફાયર વિંગના સભ્યો દ્વારા બિલ્ડીંગ ધારકને લેખિતમાં કાગળ આપે છે અને ખામી હોય તે દૂર કરવા માટે જણાવે છે. આ ખામી દૂર થયા બાદ ફરી તપાસ કરવામાં આવે છે અને જો યોગ્ય હોય તો ફાયર એનઓસી આપવામાં આવે છે તેમ માહિતી આપતા ચીફ ફાયર ઓફીસરે જણાવેલ છે.
ફાયર એનઓસી ન હોય તો નિયમ મુજબ કાર્યવાહી કરાય છે : ચીફ ફાયર ઓફીસર
ભાવનગર શહેરમાં જુના અને નવા તમામ બિલ્ડીંગ ધારકોએ ફાયર એનઓસી લેવુ ફરજીયાત છે તેથી તમામ બિલ્ડીંગ ધારકોને ફાયર એનઓસી મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે. જે બિલ્ડીંગ ધારકોએ ફાયર એનઓસી ન મેળવ્યુ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેમાં બિલ્ડીંગને સીલ મારવુ, રહેણાંકી બિલ્ડીંગમાં નળ-ગટરના કનેકશન કાપવા વગેરે કાર્યવાહી કરવામાં આવે છે તેમ ચીફ ફાયર ઓફીસર પી.આર.જાડેજાએ જણાવેલ છે.
ફાયર એનઓસીની 6 વર્ષની આંકડાકીય માહિતી
વર્ષ |
એનઓસી |
ર૦૧૯-ર૦ |
૧૪૧ |
ર૦ર૦-ર૧ |
૧૮૦ |
ર૦ર૧-રર |
ર૯૮ |
ર૦રર-ર૩ |
૩૬૬ |
ર૦ર૩-ર૪ |
ર૧૬ |
ર૦ર૪-રપ |
૧૪૬ |
કુલ |
૧૩૪૭ |