Gujarat

આણંદમાં સાવકા પિતાએ દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી

By GS TEAM
16 Oct 20251 min read
આણંદમાં સાવકા પિતાએ દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી

લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો

પેટમાં અને ગુપ્ત ભાગે દુઃખાવો થતા તબીબી પરીક્ષણમાં સગીરાને 8 મહિનાનો ગર્ભ હોવાનું ખૂલ્યું

આણંદ: આણંદમાં વાસનામાં અંધ બનેલા સાવકા પિતાએ વારંવાર દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને પેટમાં અને ગુપ્ત ભાગે દુઃખાવો થતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

આણંદ શહેરના એક વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષીય સગીરા ઉપર તેના જ સાવકા પિતા દ્વારા છેલ્લા કેટલાક સમયથી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. 

જેને લઇ તેણી ગર્ભવતી થઈ ગઈ હતી. સગીરાને પેટમાં તથા ગુપ્ત ભાગે દુઃખાવો થતા પરિવારજનોએ તપાસ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળતા પરિવારજનો ચોકી ઉઠયા હતા. તબીબી પરીક્ષણમાં બાળકીને આઠ માસનો ગર્ભ હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે સગીરાની વધુ પૂછપરછ કરતા તેણીના પાલક પિતાએ લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સગીરાના નિવેદનના આધારે સાવકા પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.