અમદાવાદમાં આજથી CNG વધુ 2 રૂપિયા મોંઘો થયો
અમદાવાદ, તા. 07 એપ્રિલ 2022, ગુરૂવાર
એક જ સપ્તાહમાં CNGના ભાવમાં બીજી વખત વધારાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પ્રતિ કિલો રૂપિયા પાંચના વધારા બાદ અદાણી ટોટલ ગેસે આજથી અમલમાં આવે તે રીતે વધુ રૂપિયા બે ના વધારાની જાહેરાત કરી છે.
હવે અમદાવાદમાં CNG નો ભાવ રૂ. 81.59 પ્રતિ કિલો થશે.
કેન્દ્ર સરકારે વહીવટી અંકુશ નેચરલ ગેસના ભાવમાં ગુરુવારે બમણાથી પણ વધારે ભાવ વધારો જાહેર કરતા તેની વિતરણ કરતી ગેસ કંપનીઓએ અગાઉ ભાવમાં વૃદ્ધિ જાહેર કરી હતી.
અમદાવાદ શહેરમાં અદાણી ટોટલ ગેસ મુખ્ય વિતરક છે અને કંપનીએ CNGના ભાવમાં કિલોએ રૂપિયા પાંચની વૃદ્ધિ જાહેર કરી હતી.એક સપ્તાહમાં CNG નો ભાવ રૂ.75.59 થી વધી હવે રૂ.81.59 થઈ ગયો છે.