ફિલ્મી ઢબે બાઇકમાં ધસી જઇ, સોડા બોટલ વડે હુમલો કરી ખૂનની ધમકી
બજરંગવાડીની વાંકાનેર સોસાયટીની ઘટના
પાંચ નામજોગ અને 7થી 8 અજાણ્યા શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
ફરિયાદમાં કોનેને જણાવ્યું છે કે ગઇ તા. ૨૭ના રોજ સાંજે તેને એક કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ કહ્યું કે હું રાજા ઉર્ફે શાહરૂખ જુણેજા બોલું છું, તે મને કાર કે રૂપિયા આપ્યા નથી, જેથી મારા માણસો તારા ઘરે આવે છે, તું તૈયારીમાં રહેજે. આટલું કહી ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર પછી તેને આબીદ જુણેજાએ કોલ કરી ગાળો ભાંડી હતી. સાથોસાથ કહ્યું કે હું હમણા તારા ઘરે આવું છું.
ત્યાર પછી તે મિત્રો સુલતાન ફિરોઝભાઈ જુણેજા અને તૌકીર સાથે ઘરની સામે ખુરશી નાખીને બેઠો હતો ત્યારે બાઇક ઉપર આરોપીઓ આબીદ જુણેજા, મીરખાન રઇશ દલ, ઇસોભા રીઝવાન દલ, મહેબૂબ અઘામ, સમીર ઉર્ફે ધમો બશીર શેખ અને ૭થી ૮ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતાં.
તે અને તેના મિત્રોથી દૂર ઉભા રહી આ ટોળકીએ ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં વારાફરતી તેના તરફ સોડા બોટલો ફેંકવાનું શરૂ કરી, મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તે ભાગીને ઘરમાં જતો રહ્યો હતો. થોડી વાર બાદ તમામ આરોપીઓ જતા રહ્યા હતાં. જે અંગે ગઇકાલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.