અમદાવાદ,સોમવાર,5
જાન્યુ,2026
મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ સોમવારે
અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે કોર્પોરેશન ખાતે ચાર ઝોનના વિકાસકામોની
સ્થિતિની સમીક્ષા કરી હતી.નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ કોર્પોરેશનની પોલ ખોલી
નાંખતા કહ્યું, શહેરમાં
પોલ્યુશન વધ્યું છે.તમે શું કરવા માંગો છો.એક જ જગ્યાએ વારંવાર રોડ ખોડવાની જરુર
કેમ પડે છે. એનો અર્થ એ છે કે,કોર્પોરેશનના
વિભાગો સંકલન કર્યા સિવાય જ કામગીરી કરે છે અને હેરાનગતિ લોકોને થાય છે.
નદી પાર આવેલા પશ્ચિમ,
ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોન સિવાય ચાર ઝોનમાં આવેલા વોર્ડ વિસ્તારમાં
પ્રાથમિક સુવિધાના કામોને લઈ ભાજપના ધારાસભ્યો,કોર્પોરેટરો ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ , મ્યુનિસિપલ
કમિશનર, મેયર
સહિતના પદાધિકારીઓની સંકલન સમિતિની બેઠક મળી હતી.ગાંધીનગરમાં વ્યાપક બનેલા
રોગચાળાની સ્થિતિને પગલે અમદાવાદમા પ્રદૂષિત પાણી સહિત અન્ય સમસ્યા ઉપર ચર્ચા કરાઈ
હતી.ચૂંટણી પહેલા મળેલી બેઠકમાં સારંગપુર બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યા, સરસપુરમાં વરસાદી
પાણી ભરાવાની સમસ્યા હલ કરવા માટે મહાજન મિલ કમ્પાઉન્ડમાં પ્લાન્ટ બનાવવા કે તળાવ
જેવી વ્યવસ્થા કરવા સુચન કરાયુ હતુ.લાંભા
વોર્ડ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો હોવા છતાં તેમના વોર્ડમાં અન્ય વોર્ડ જેટલો જ સ્ટાફ ફાળવવામા આવ્યો
હોવાની રજૂઆત કરવાની ફરજ પડી હતી.નોંધપાત્ર બાબત એ હતી કે, જે તે વોર્ડના
કોર્પોરેટરોને તેમના વોર્ડમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરથી લઈ શાળાના મકાનના
ખાતમૂહુર્ત કરવા માટે પણ રજૂઆત કરવી પડી હતી.


