કલેકટર સાથે સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યે કહયુ, બજેટ આપ્યા પછી કામ પુરા થતાં નથી
જમાલપુરના ધારાસભ્યે કામ થતાં નહીં હોવાનુ કહી બેઠકમાંથી નીકળી ગયા
અમદાવાદ,શનિવાર,17 મે,2025
અમદાવાદ કલેકટર સાથેની સંકલન બેઠકમાં ભાજપના શાહપુરના
ધારાસભ્યે કહયુ, બજેટ
આપ્યા પછી પણ કામ પુરા થતાં નથી.જમાલપુરના ધારાસભ્યે પણ કામ થતાં નહીં હોવાનુ કહી
બેઠકમાંથી ચાલતી પકડી હતી.
કલેકટર સાથેની બેઠક પછી શાહપુરના ધારાસભ્ય કૌશિક જૈને કહયુ, ધારાસભ્ય તરીકે
અઢી વર્ષ થવા છતાં બજેટ આપ્યા પછી પણ કામો પુરા થતા નથી.શાહપુર વિધાનસભામાં આવતા
પ્રેમ દરવાજાથી શાહપુર શંકરભુવન સુધીના જાહેર રોડ ઉપર વાહનોના થતા આડેધડ પાર્કીંગ
ઉપર અંકુશ મુકવા કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન
ખેડવાલાએ કહયુ, કલેકટર
સાથેની બેઠકમાં ભાજપના મોટાભાગના ધારાસભ્ય અઢી વર્ષથી તેમના કામ પુરા થતા નથી એવી
રજુઆત કરી રહયા હતા. મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે છ તળાવ ડેવલપ કરવા અગાઉ બેઠકમાં રજુઆત કરી હતી.તેમ છતાં સિંચાઈ
વિભાગ, કલેકટર
અને મ્યુનિ.તંત્ર એકબીજાને ખો આપતા હોવાની રજુઆત થતા હુ પણ બેઠકમાંથી કામ થતા નહીં
હોવાના મુદ્દે નીકળી ગયો હતો.
સરકારી જગ્યામાં ઈમ્પેકટ ફી લેવાયાનો આક્ષેપ
દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન બેઠકમાં
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સરસપુર અને મોટેરામા આવેલી સરકારી જગ્યાના બાંધકામ
માટે મ્યુનિ.તંત્રે ઈમ્પેકટ ફી લીધી હોવાનો આક્ષેપ કરતા મ્યુનિસિપલ કમિશનરે આ
મામલે તપાસના આદેશ આપ્યા હતા.