mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

4 માસમાં 58 શ્રમિકોના મોબાઈલ ઝુંટવી લેનાર બેલડી અંતે ઝડપાઈ

Updated: Feb 12th, 2024

4 માસમાં 58 શ્રમિકોના મોબાઈલ ઝુંટવી લેનાર બેલડી અંતે ઝડપાઈ 1 - image


રાજકોટ અને આજુબાજુમાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં  ચિલઝડપ કરેલા 58 મોબાઈલ અને બાઈક મળી કુલ રૂા. 4.80 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, : રાજકોટ અને તેની આજુબાજુમાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં બાઈક પર જઈ શ્રમિકોના મોબાઈલની ચિલઝડપ કરતાં શાહનવાઝ ઉર્ફે નવાઝ અનવર વરીયા (ઉ.વ. 19, રહે. વાવડી ગામ, શિવધારા સોસાયટી સામે) અને અમન ઉર્ફે બાટલી જાવીદ કૈયડા (ઉ.વ. 20, રહે. ખોડિયારનગર શેરી નં. 6, એસ.ટી. વર્કશોપ પાછળ)ને થોરાળા પોલીસે ચિલઝડપ કરેલા પ૮ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. 

બંને આરોપીઓ રાજકોટ અને મેટોડા, શાપર, વાવડી, શ્રીહરિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં રાત્રે 9.30 થી 11 વાગ્યા સુધી બાઈક પર આંટાફેરા કરી જે પણ શ્રમિક મોબાઈલ પર વાતચીત કરતા પસાર થાય તેને નિશાન બનાવી તેનો મોબાઈલ ફોન ઝુંટવી ભાગી જતાં હતાં. બંને આરોપીઓએ પોતાના બાઈકની નંબર પ્લેટ ઉપર કાળા કલરની સેલો ટેપ લગાડી દેતાં હતા. તમામ ઔદ્યોગિક વસાહતોમાં મુખ્યત્વે ગુરૂવાર, રવિવાર અને મંગળવારના દિવસે ચિલઝડપ કરવા જતા હતા. 

પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા ચાર માસમાં આ રીતે 58 મોબાઈલ ફોનની ચિલઝડપ કર્યાની કબુલાત આપી છે. જેમાંથી કેટલી ફરિયાદો નોંધાઈ છે તે અંગે થોરાળા પોલીસ તપાસ કરી રહી છે. થોરાળા પોલીસની હદમાં તાજેતરમાં એક મોબાઈલ ફોનની ચિલઝડપ થઈ હતી. જેના આધારે પીઆઈ બી.એમ. ઝણકાટે સ્ટાફના માણસો સાથે તપાસ આગળ ધપાવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ ગુનો કરવા માટે જે બાઈકનો ઉપયોગ કરતા હતા. તે પણ પોલીસે કબ્જે કર્યું છે. પોલીસે બાઈક અને 58 મોબાઈલ મળી કુલ રૂા. 4.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને આરોપીઓ વિરૂધ્ધ આ અગાઉ કેટલા ગુના નોંધાયા છે તે અંગે પણ થોરાળા પોલીસે તપાસ આગળ ધપાવી છે. 

બીજી તરફ શાપર પોલીસે સીઈઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થયેલા રૂા. 2.77 લાખની કિંમતના 19 મોબાઈલ ફોન પરત મેળવી તેના મુળ માલીકોને સોંપી દીધા હતા. આ જ રીતે પડધરી પોલીસે પણ રૂા. 80,000ની કિંમતના 4 મોબાઈલ ફોન શોધી તેના મુળ માલીકોને પરત કરી દીધા હતા. 

Gujarat