સુરતમાં 15 દિવસમાં 86 સિનિયર સિટીઝને કોરોનાથી જીવ ગુમાવ્યો
પખવાડીયામાં કુલ 188 મૃત્યુમાં 46 ટકા સિનીયર સિટીઝન, 26થી 40 વર્ષની વયના 7 યુવાનોએ પણ જીવ ગુમાવ્યો
સુરતમાં વડિલો માટે કોરોના ઘાતક બની રહ્યો છે
સુરત, તા. 16 જુલાઈ, 2020, ગુરૃવાર
ગુજરાતમાં હોટસ્પોટ બનેલા સુરતમાં કોરોના વયસ્કો માટે ઘાતક બની રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ 188 લોકોમાં 86 વડિલોનો સમાવેશ થાય છે. જ્યારે ૨૬તી 40 વર્ષની વયના 7 યુવાનોના પણ મૃત્યુ થયા છે.
વયસ્કોને કાળજી રાખવા માટે વારંવાર અપીલ કરાઇ હતી. છતાં સુરતમાં કોરોના સંક્રમણમાં વડિલો માત્ર ચેપગ્રસ્ત નથી થતાં પણ જીવ પણ ગુમાવી રહ્યાં છેે. તા.1થી 15 જુલાઇ દરમિયાન દરમિયાન સુરત શહેર-જિલ્લામાં કુલ 188 મૃત્યુ થયાછે. તેમાં 60 વર્ષથી વધુ વયના વડિલોની સંખ્યા ૮૬ છે. તેમાં સૌથી વધુ 87 વર્ષના રાંદેરના વડિલે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પંદર દિવસમાં કોરોનામાં જીવ ગુમાવનારાઓમાં ૪૬ ટકા લોકો સિનિયર સિટિઝન્સ છે. જ્યારે ૪૦ વર્ષથી ઓછી ઉમંરના 7 લોકો એટલે 3.74 ટકા યુવાનોએ પણ જીવ ગુમાવ્યો છે. તેમાં સૌથી ઓછી વયના મોરા ગામના 26 વર્ષના યુવાનનું નવી સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
અનલોક બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવા સાથે મોતનું પણ વધી રહ્યું છે સુરતીઓ સાથે લોકો પણ સ્વયંભુ કાળજી નહીં રાખે તો મૃત્યુ અને પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
હજી પણ
વડિલો ફરતાં જોવા મળી રહ્યાં છેઃ કેટલાક પરિવારના વડિલો શાકભાજી લેવા પણ જાય છે
મ્યુનિ.
તંત્રએ વડિલ વંદના કાર્યક્રમ પણ જાહેર કરીને વડિલોને બહાર ન નિકળવા માટે અપીલ કરી
છે પરંતુ હજી પણ સોસાયટીમાં કે રસ્તા પર વડિલો બિંદાસ્ત ફરતાં જોવા મળી રહ્યાં છે તે
વડિલો માટે ઘાતક સાબિત થઈ શકે છે.
કેટલાક પરિવારમાં તો વડિલોને શાકભાજી કે અન્ય સામાન ખરીદવા માટે લોકો મોકલી રહ્યાં છે.તો કેટલાક કિસ્સામાં વડિલો સોસાયટીના ગાર્ડન કે પાર્કિંગમાં કલાકો સુધી બેસી રહે છે. આટલું જ નહીં પર ંતુ આટલી ગંભીર સ્થિતિમાં વડિલો બહાર ફરતાં હોવાછતાં પરિવારના સભ્યો તેમની કાળજી લેતા ન હોવાથી વડિલોમાં સંક્રમણ વધી રહ્યું છે.
૧૫ દિવસમાં વયજુથ મુજબ મૃત્યુની સંખ્યા
વય જુથ કેટલા મોત
૪૦થી ઓછી ઉમર 07
૪૦થી ૫૦ વચ્ચે 29
૫૧થી ૬૦ વચ્ચે 60
૬૧ વર્ષથી વધુ 86