Get The App

સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં 25 ટકા પાણીનો જથ્થો ખાલી, બે જિલ્લામાં 33 ટકા જ પાણી

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં  25 ટકા પાણીનો  જથ્થો ખાલી, બે જિલ્લામાં 33 ટકા જ પાણી 1 - image


શિયાળાનાં આરંભે તમામ જિલ્લાઓમાં પાક - પાણીનું ચિત્ર સંતોષકારક નથી  : મોરબી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિ.નાં ડેમો અર્ધા ખાલી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની સૌથી વધુ ચિંતાજનક  સ્થિતિ 

રાજકોટ,  : આ વર્ષે ચોમાસામાં સારા વરસાદથી સૌરાષ્ટ્રમાં શિયાળુ  પાક - પાણીની સ્થિતિ સારી  છે પરંતુ તમામ જિલ્લાઓમાં ચિત્ર સંતોષકારક નથી. શિયાળાનાં આરંભે જ સૌરાષ્ટ્રનાં ડેમોમાં 25 ટકા પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે જયારે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાનાં જળાશયોમાં તો 33 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. 

સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર પડયા બાદ હવે શિયાળુ પાક પર ખેડૂતોની આશા છે પરંતુ તમામ જિલ્લામાં ડેમોમાં પુરતો પાણીનો જથ્થો નથી. સૌરાષ્ટ્રનાં 141 મોટા ડેમોમાં હાલ 75 ટકા જીવંત જથ્થો છે જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 33 ટકા અને બોટાદ જિલ્લાનાં ડેમોમાં માત્ર 36 ટકા જેટલુ પાણી બચ્યુ છે. પોરબંદર  જિલ્લામાં ડેમોમાં માત્ર 46 ટકા જ અને મોરબી પંથકમાં પણ સંતોષકારક  સ્થિતિ નથી હાલ ૪૦ ટકા જેટલો જથ્થો ખાલી થઈ ગયો છે. રાજકોટ જિલ્લાનાં  25 મોટા ડેમમાં 82 ટકા પાણી  છે  અન્ય જિલ્લા કરતા રાજકોટની સ્થિતિ પ્રમાણમાં સારી છે. 

દેવભૂમી દ્રારકા જિલ્લામાં શિયાળામાં જ પાણીની તંગી ઉભી થઈ રહી છે ડેમોમાં માત્ર 53  ટકા જ પાણીનો જથ્થો રહયો છે હજુ શિયાળાનાં ત્રણ - ચાર મહિના અને આકરો ઉનાળો આખો બાકી છે. જામનગરમાં 76 ટકા અને જૂનાગઢ જિ.નાં ડેમોમાં  81 ટકા  પાણી હાલ છે. ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ પડતા આ જિલ્લાનાં ડેમોમાં સૌથી વધુ 97 ટકા પાણી છે પોરબંદરની વિકટ સ્થિતિ છે. હાલ સૌરાષ્ટ્રમાં 20 જેટલા ડેમોમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવામાં આવી રહયુ છે. મોરબી, પોરબંદર, બોટાદ , દ્રારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણી માટે વહેલુ આયોજન કરવુ પડશે. ડેમોમાં પીવા માટે અનામત રાખ્યા બાદ સિંચાઈ માટે અપાશે. 

Tags :