Gujarat
ભરણપોષણની અરજીમાં બે શખ્સને કેદની સજાનો હુકમ
By GS TEAM
8 Dec 20251 min read

- એક શખ્સે 11 માસ અને એક શખ્સે 12 માસની રકમ ન ચૂકવી
- તમામ રકમ એક સાથે ભરી દે તો તાત્કાલિક જેલમુક્ત કરવા ગારિયાધાર કોર્ટનું ફરમાન
ભાવનગર : ભરણપોષણની બે અલગ-અલગ અરજીમાં ગારિયાધાર કોર્ટે મોણપર અને ધરાઈ ગામના બે શખ્સને સજાનો હુકમ કર્યો છે.
મહુવાના ધરાઈ ગામે રહેતો ગૌતમ રમેશભાઈ ગોંડલિયા (ઉ.વ.૩૫) નામના શખ્સે ભરણપોષણની ૧૨ માસની રકમ રૂા.૬૦,૦૦૦ ન ચૂકવતા તેની સામે ગારિયાધારના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે શખ્સને કસૂરવાન ઠેરવી ૩૬૦ દિવસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
અન્ય એક અરજીમાં ગારિયાધાર કોર્ટે વલ્લભીપુરના મોણપર ગામે રહેતો ભીખુ કરશનભાઈ ભાયાણી (ઉ.વ.૫૭)એ ૧૧ માસની ખાધાખોરાકીના રૂા.૩૮,૫૦૦ ન ચૂકવતા તકસીરવાન ઠેરવી ૩૩૦ દિવસની સજા ફટકારી છે. આ બન્ને કેસમાં આરોપીઓ તમામ રકમ એક સાથે ભરી દે તો તાત્કાલિક જેલમુક્ત કરવા કોર્ટે ફરમાન કર્યું છે.









