મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે Unlock-3ની જાહેર થયેલી ગાઈડલાઈન સંદર્ભે મહત્વની બેઠક
ગાંધીનગર, તા. 30 જુલાઈ 2020 ગુરૂવાર
ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની unlock-3ની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાતમાં પહેલી ઓગસ્ટથી અમલવારી કરશે. જોકે વેપાર-ધંધા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા તેનો નિર્ણય પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે રાત્રી કરફ્યૂ દૂર કર્યો છે તો ગુજરાતમાં તેનો અમલ કેવી રીતે કરવો તેની પણ હાઈ પાવર કમિટીમાં ચર્ચા વિચારણા કરી સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે.
બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3 (Unlock-3) ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે અનલોક-3ની આ જાહેર કરેલી સંદર્ભે એક બેઠક યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકાર અભ્યાસ કરશે.
અત્રે જણાવવાનું કે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કર્ફ્યૂંને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે.