Baroda

વોર્ડ નંબર -૧૩ માં ઇન્ટરનેટ ખોરવાતા વેરા વસુલાતની કામગીરી અટકી

By GS TEAM
25 Jun 20261 min read
TukuTouch Logo
મ્યુનિ. કોર્પોરેશનની નવી V-Map સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓના કારણે કરદાતાઓ પરેશાન છે. આજે વોર્ડ નંબર-13 કચેરીમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા વેરા વસુલાત સંપૂર્ણ બંધ રહી. સિનિયર સિટીઝન સહિતના કરદાતાઓને નિરાશ થઈ પરત ફરવું પડ્યું. IT વિભાગ મુજબ કેબલ કપાતા કનેક્ટિવિટી નહોતી, પણ આસિસ્ટન્ટ કમિશનર અજાણ હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વોર્ડ નંબર -૧૩ માં ઇન્ટરનેટ ખોરવાતા વેરા વસુલાતની કામગીરી અટકી

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની એડવાન્સ ભરપાઈને પ્રોત્સાહન આપવા એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ યોજના અમલમાં મૂકી છે. બીજી તરફ વેરા ભરવા માટે કચેરીએ પહોંચતા કરદાતાઓને અવારનવાર ટેકનિકલ ખામીઓના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વેરા વસુલાત માટે નવી વી-મેપ સિસ્ટમ અમલમાં મૂકી છે. જોકે નવી સિસ્ટમ લાગુ થયા બાદ અવારનવાર સર્વર અને કનેક્ટિવિટી સંબંધિત સમસ્યાઓ ઉભી થતાં વેરા વસુલાતની કામગીરી પ્રભાવિત થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

આજે વોર્ડ નંબર-૧૩ કચેરી ખાતે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા વેરા વસુલાતની કામગીરી સંપૂર્ણપણે બંધ રહી હતી. વેરો ભરવા માટે કરદાતાઓ કચેરીએ પહોંચ્યા હતા, જેમાં સિનિયર સિટીઝનોનો પણ સમાવેશ થતો હતો. કામગીરી શરૃ નહીં થતા તેમને નિરાશ થઈ પરત ફરવું પડયું હતું.

આઈટી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઇન્ટરનેટનો કેબલ કપાઈ જતાં કનેક્ટિવિટી ખોરવાઈ હતી અને તેના કારણે વેરા વસુલાતની કામગીરી થઈ શકી નહોતી. બીજી તરફ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વિન્ડોઝ આધારિત વેરા વસુલાત સિસ્ટમ કાર્યરત હતી, જેમાં ઇન્ટરનેટ બંધ હોવા છતાં કેટલીક કામગીરી શક્ય બનતી હતી. હાલ વેબ આધારિત વી-મેપ સિસ્ટમ અમલમાં હોવાથી ઇન્ટરનેટ સેવા ખોરવાય ત્યારે ફિઝિકલ વેરા વસુલાત પણ અટકી જાય છે.