Gujarat

બેન્ક ઓફ મહારાષ્ટ્રના ખાતામાંથી રૂ.2.30 કરોડના ગેરકાયદે ટ્રાન્જેક્શન ઝડપાયાં

By GS TEAM
11 Dec 20252 mins read
TukuTouch Logo
બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ખાતુ ધરાવનાર એક ગ્રાહકના ખાતામાંથી રૂ. 2.30 કરોડના અનઓથોરાઇઝડ ટ્રાન્જેક્શન મળી આવ્યાં હતા. ઉપરાંત આ બેન્ક એકાઉન્ટ વિરુદ્ધમાં પણ એસીસીઆરપી પોર્ટલ પર 23 જેટલી ફરિયાદ પણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. જેમા ખાતાધારકે અન્ય એક શખ્સને પોતાનું બેન્ક ખાતુ તેને કમિશન લઇને વાપરવા માટે આપ્યું હતુ.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્ક ઓફ મહારાષ્ટ્રના ખાતામાંથી રૂ.2.30 કરોડના ગેરકાયદે ટ્રાન્જેક્શન ઝડપાયાં

બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ખાતુ ધરાવનાર એક ગ્રાહકના ખાતામાંથી રૂ. 2.30 કરોડના અનઓથોરાઇઝડ ટ્રાન્જેક્શન મળી આવ્યાં હતા. ઉપરાંત આ બેન્ક એકાઉન્ટ વિરુદ્ધમાં પણ એસીસીઆરપી પોર્ટલ પર 23 જેટલી ફરિયાદ પણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. જેમા ખાતાધારકે અન્ય એક શખ્સને પોતાનું બેન્ક ખાતુ તેને કમિશન લઇને વાપરવા માટે આપ્યું હતુ. આ ઠગ દ્વારા ઓનલાઇન ઠગાઇ કરીને રૂપિયા તેમાં ક્રેડિટ કરતા હોવાનું બહાર આવ્યું છે. જેથી સાયબર ક્રાઇમ પોલીસ ગુનો નોંધી ખાતા ધારક સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા સંજયસિંહ ભુપતસિંહે ફરીયાદ નોંધાવી છે કે અમને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સુચના કરવામાં આવી હતી કે, હાલના સંજોગોમાં સાયબર ક્રાઇમના બનાવો વધવા પામ્યા છે અને અમુક સાયબર કાઈમ કરનાર ગઢીયાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટ ખોલાવડાવી જે બેંક એકાઉન્ટ ધારકને તે બાબતેનું કમીશન આપી ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલ નાણા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી ગે.કા ના આર્થિક વ્યવહારો કરી રહેલ છે તેમજ ભારત સરકારના 140 દ્વારા NCCRP 10 SAMANVAYA પોર્ટલ કાર્યરત કરવામાં આવેલ છે.આ પોર્ટલ ઉપરથી સાયબર ક્રાઈમ માટે ઉપયોગમાં લેવાયેલ નડોદરા શહેરના કાર્યક્ષેત્રની બેન્કોમાં ખોલવામાં આવેલ MULE ACCOUNT ની માહિતી ઉપલબ્ધ છે અને આવા સાયબર ક્રાઈમને વેગ આપતા ગઠીયાઓની તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી હતી. જે સુચના આધારે 10 ડિસેમ્બરના સ્ટાફ રોકાયેલો હતો. તે સમય દરમ્યાન વડોદરા શહેર ખાતેની BANK OF MAHARASTRA ના અકાઉન્ટના કેવાયસી તથા બેંક સ્ટેટમેન્ટ મેળવી તેનું એનાલીસીસ કરતા 23-12-2024થી 16-01-2025 સુધીમાં રૂ.2.30 કરોડ જેટલી રકમ અનઓથોરાઇઝ ટ્રાન્જેકશન વિગતો જણાઇ આવી હતી. તેમજ NCCRP પોર્ટલ પર 23 જેટલી કમ્પ્લેન થયેલાનુ જણાઈ આવ્યું હતું. જેમાં સાયબર ક્રાઈમ આચરી લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરવાની ગેરકાઈદે પ્રવ્રુતી વડોદરા શહેરના અમુક વ્યક્તિઓ દ્વારા થતી હોવાનું અને પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવડાવી સાયબર ફોડના નાંણા સાયબર ફ્રોડ આચરતા તેમના મળતીયાઓને પહોંચાડી કમિશન મેળવી છેતરપિંડી કરતા હોવાનું ધ્યાન આવ્યું હતું. જે બાબતે બેન્કે ખાતાધારક હેમત વિનુભાઈ જાદવની પ્રાથમીક તપાસ કરતા તેઓએ પોતાનુ બેંક એકાઉન્ટ કમીશન લઈ સાગર શાહને આપેલાનુ જણાવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ પોલીસે હેમંત જાદવ, સાગર શાહ તથા અન્ય બે બેન ખાતાધારકો વિરુદ્ધગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.