વડોદરામાં નટવર નગર પાસેની મહી નદીમાં મોટાપાયે રેતીનું ગેરકાયદે ખનન ઝડપાયું
Vadodara : વડોદરાના વલી તાલુકાના નટવરનગર ગામ પાસેની મહી નદીમાં રેતીનું ગેરકાયદે મોટાપાયે ખનન થતું હોવાની માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગે ગઈ રાત્રે કરોડો પાડતા રેતી માફિયાઓમાં નાશ ભાગ મચી ગઈ હતી.
ખાણ ખનીજ વિભાગે નંબર વગરની ત્રણ અને બે નંબર વાળી રેતી ભરેલી કુલ પાંચ ડમ્પરો કબજે કર્યા હતા. આશરે પોણા કરોડથી પણ વધુ રકમનો મુદ્દામાલ કબજે કરી દંડની કાર્યવાહી હાથ વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નટવર નગર પાસે મહી નદીમાં વારંવાર ગેરકાયદે રેતી ખનન થતું હોય છે છતાં પણ યોગ્ય પગલા લેવાતા નથી તાજેતરમાં કલેકટરને ફરિયાદ કરતા સાવલીના મામલતદાર સ્થળ પર આવ્યા હતા અને માત્ર નજર કરીને જતા રહ્યા હતા.