ગોરવામાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નં. 8માં ગોરવા શાકમાર્કેટ સામે ગેરકાયદે ખડકાયેલી અનેક લારીઓ ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ બિલાડીના ટોપની જેમ ગેરકાયદે દબાણો નીત નવી જગ્યાએ ખડકાય છે પરિણામે રાહદારીઓને ફૂટપાથ પર ચાલવું પણ હવે શક્ય બનતું નથી. પરિણામે રોડ રસ્તા નાના થવાથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.
દરમિયાન પાલિકા તંત્ર સમક્ષ ગોરવા શાકમાર્કેટ સામે વોર્ડ નં. 8માં ગેરકાયદે લારી ગલ્લાના દબાણો હોવાની ફરિયાદો મળી હતી. જેથી તંત્ર દ્વારા દબાણ શાખાની ટીમ પોલીસ તંત્ર અને એસઆરપીના બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ખડકાયેલા લારી ગલ્લાના દબાણો દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.









