Gujarat

VIDEO | અમદાવાદ: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે સંચાલકની અટકાયત

By GS TEAM
16 Mar 20261 min read
TukuTouch Logo
પર્યાવરણના જતન અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાકરોલ ખાતેના રૂદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેરકાયદેસર રીતે ધમધમતી પોલીથીન બેગ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | અમદાવાદ: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે સંચાલકની અટકાયત

Ahmedabad SOG Raid: પર્યાવરણના જતન અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાકરોલ ખાતેના રૂદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેરકાયદેસર રીતે ધમધમતી પોલીથીન બેગ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  


બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રૂદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર-481માં બહારથી શટર બંધ રાખી અંદરના ભાગે ગેરકાયદે પ્લાસ્ટિકની(પોલીથીન) થેલીઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેને લઈને ​SOGની ટીમે સ્થળ પર ચકાસણી કરતા મોટાપાયે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. 


જપ્ત કરાયેલો જથ્થો

​તૈયાર પ્લાસ્ટિકના 500 ગ્રામ વજનના કુલ 2600 પેકેટ​

25 કિલોગ્રામની કુલ 388 પ્લાસ્ટિકના બેગ 

​​પોલીસે કુલ રૂ.8.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આ પણ વાંચો: VIDEO | LPG સંકટ વચ્ચે મોટા સમાચાર: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્યું!

SOGના દરોડા દરમિયાન ફેક્ટરી ચલાવતા મુખ્ય વ્યક્તિ સલીમમીયા કાલુમીયા મલેકની અટકાયત કરવામાં આવી છે. આરોપી દસક્રોઈ તાલુકાના બાકરોલના રહેવાસી છે. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)ને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.