થાનના રતનપર ટીંબામાંથી કાર્બોસેલના ચાર કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું

મજૂરોને
ગેરકાયદે અને જોખમી રીતે કામ ન કરવા સૂચના
પ્રાંત
અધિકારીની ટીમે દરોડો પાડી ટ્રેક્ટર,
કાર્બોસેલ સહિત રૃ.૨૬.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર -
થાનગઢ તાલુકાના રતનપર (ટીંબા) ગામમાં ચોટીલા પ્રાંત અધિકારીએ
દરોડો પાડી કાર્બોસેલની ચાર કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપી પાડી ૨૬ લાખથી વધુનો
મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચોટીલા
ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે જેમાં બાતમીના આધારે થાન તાલુકાના
રતનપર (ટીંબા) ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદે કાર્બોેસેલના ૦૪ કૂવાઓ પરથી ખનન
ઝડપી પાડયું હતું. ડે.કલેક્ટરની ટીમે સ્થળ
પરથી ૦૪ કાર્બોેસેલના કૂવાઓ,
૦૨ ટ્રેક્ટર, ૧૦ બકેટ, કમ્પ્રેશર,
જનરેટર, ડીઝલ મશીન, કેબલ,
પાણીની પાઈપલાઈન સહિત કૂલ રૃ.૨૬.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યોે
હતો. જ્યારે વધુ તપાસ કરતા સ્થળ પર મજૂરોને રહેવા માટે ૩૫ જેટલા ઝૂંપડાઓ બનાવવામાં
આવ્યા હતા જેમાં રહેતા અંદાજે ૫૦થી ૬૦ મજૂરોને કાર્બોેસેલના કૂવામાંથી કોલસો
કાઢવાની કામગીરી કરતા હતા જેથી તેઓને ખનનની જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં
કરવાની સમજણ આપી સ્થળ પરથી હટાવ્યા હતા. જ્યારે તમામ મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર
કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

