Get The App

મુળીના આસુંન્દ્રાળી ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું

Updated: May 25th, 2025

GS TEAM

Google News
Google News
મુળીના આસુંન્દ્રાળી ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું 1 - image


- 12 કુવાઓ પરથી ગેરકાયદેસર ખનન કરતા શખ્સો ટીમને જોઈ નાસી છુટયા

- સ્થળ પરથી કાર્બોસેલ, બકેટ, ચરખી, બાઈક સહિત કુલ રૂા. 13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના મુળી સહિતના તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિતની ખનીજ સં૫તિનું મોટાપાયે ખનન અને વહન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા મુળી તાલુકામાં ગેરકાયદેસર ખનન અંગે ચેકીંગ હાથધર્યું હતું.

જેમાં મુળીના આસુંન્દ્રાળી ગામની સીમમાં આવેલ સરકારી જમીનમાં સરપ્રાઈઝ ચેકીંગ કરતા કુલ ૧૨ જેટલા કુવાઓ પર ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા શખ્સો જણાઈ આવ્યા હતા પરંતુ ટીમને જોતા જ તમામ નાસી છુટયા હતા અને ત્યારબાદ કાર્બોસેલના કુવાની આસપાસ તપાસ કરતા સ્થળ પરથી ગેરકાયદેસર ૨૦૦ મેટ્રીક ટન કાર્બોસેલ, ૭-બકેટ, ૮-ચરખી, ૧-બાઈક સહિત કુલ રૂા.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ ઝડપાયેલ બાઈકના નંબરના આધારે તેના માલીકની તપાસ કરી તેમજ ગેરકાયદેસર ખનન કરતા ભુમાફીયાઓ સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથધરવામાં આવી છે.

Tags :