Get The App

મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું 1 - image


- શ્રમિકોને કૂવામાં ઊતારી સુરંગ બનાવી કાર્બોસેલ બહાર કઢાતો હતો

- 38 મજૂરને કૂવામાંથી રેસ્ક્યૂ કરાયા : 4-ટ્રેકટર, 6-ચરખી, 7 કૂવામાંથી ગેરકાયદે કાઢવામાં આવેલો કાર્બોસેલ સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર : મુળીના ધોળીયામાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની તપાસમાં શ્રમિકોને કૂવામાં ઊતારી સુરંગ બનાવી કાર્બોસેલ બહાર કઢાતો હતો. તંત્રની ટીમે ૩૮ મજૂરને કૂવામાંથી રેસ્ક્યૂ કરી બહાર કાઢી ૪-ટ્રેકટર, ૬-ચરખી, સાત કૂવામાંથી ગેરકાયદે કાઢવામાં આવેલો કાર્બોસેલ સહિત રૂા.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મુળી તાલુકાના ધોળીયા ગામના સરકારી સર્વે નંબરની જમીનમાં ગેરકાયદે ખનન ચાલતું હોવાની ચોક્ક બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદારની સંયક્ત ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ સાત કૂવા ઝડપી પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી ૪-ટ્રેકટર, ૧-કંમ્પ્રેસર, ૬-ચરખી સહિત કુુલ રૂા.૩૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને મુળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઝડપાયેલા કૂવાઓ પૈકી ચાર કૂવામાંથી ૩૮ જેટલા મજૂરને પણ સહિ સલામત બહાર કાઢી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તંત્રની ગેરકાયદેસર કૂવાઓમાંથી કાર્બોસેલનું ખનન કરનાર ત્રણ ખનન માફિયા સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાની અંદરથી મિની ટ્રેક્ટર ઝડપાયું

મુળીના ધોળીયા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પર ચેકિંગ દરમ્યાન એક કૂવાની અંદર ખોદવામાં આવેલા સુરંગમા તપાસ કરતા તેની અંદરથી મીની ટ્રેકટર દ્વારા ખનન થતું હોવાનું જણાઈ આવ્યું હતું અને મીની ટ્રેકટર સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

ગેરકાયદે ખનન કરનાર ભૂમાફિયા સામે કાર્યવાહી

(૧) અમકુભાઈ થરેશા (રહે.ધોળીયા,તા.મુળી)

(૨) સુનલભાઈ હનાભાઈ ફીચડીયા  (રહે.પલાસા, તા.મુળી)

(૩) ભરતભાઈ ગોવિંદભાઈ સરલા (રહે.પલાસા તા.મુળી) 

Tags :