ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું
કાર્બોસેલ, ડમ્પર સહિત રૃ.૫૫
લાખનો મુદ્દામાલ જપ્ત
લાંબા
સમય બાદ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરતા કામગીરી સામે સવાલ
સાયલા -
સાયલા તાલુકાના ચોરવીરા ગામમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા
પાડી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની ટીમે કાર્બોસેલ, ડમ્પર સહિત રૃ.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સાયલા
તાલુકાના ચોરવીરા ગામની સીમમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી નવ સ્થળેથી
કાર્બોસેલ ખનન કાઢવાની કામગીરી ઝડપી પાડી હતી. તંત્રની ટીમે સ્થળ પરથી ૧ ડમ્પર, ૬ ટ્રેક્ટર, ૧૮ ચરખી અને કેસિંગ, ૪ છાબડા, ખનીજ
સહિત અંદાજે ૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ખાણ
ખનીજ વિભાગની ટીમે દરોડા પાડતા સ્થાનિક તંત્ર, મામલતદાર તેમજ પોલીસની કામગીરી સામે સવાલ
ઊભા થયા છે. તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ લાંબા સમય બાદ કાર્યવાહી કરાતા તેની
સામે પણ સવાલો થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ચોરવીરાની સીમમાં
કાર્બોસેલનું ગેરકાયદે ખનન અને વહન થતું હતા છતાં સ્થાનિક તંત્ર કોઇ કાર્યવાહી
કરતું નહતું તેવી લોકમુખે ચર્ચા ઉઠી છે.