Gujarat

મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું

By GS TEAM
19 Oct 20251 min read
મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું

- દરોડા સમયે 40 કૂવામાંથી ખનન થતું હતું

- બાઈક, ટ્રેક્ટર, ડમ્પર, જનરેટર, ખનન કરેલ કાર્બોસેલ સહિત રૂ. 30 લાખનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ભેટ ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન મુળી પોલીસે ઝડપી પાડયું છે. દરોડા દરમિયાન ખાણ ખનિજ વિભાગની ટીમને જાણ કરી મુદામાલ કબજે કરવાની કામગીરી હાથ ધરી છે.

મુળી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તાલુકાના ભેટ ગામની સીમમાં ગેરકાયદે ખનીજ સંપત્તિના ખનન પર દરોડો પાડયો હતો. જેમાં સ્થળ પરથી કાર્બોસેલના ૧૪ કૂવાઓ પરથી ગેરકાયદે ખનન ઝડપી પાડયું હતું અને સ્થળ પરથી ચરખી, લોખંડના પાઈપ, બાઈક, ટ્રેક્ટર, ડમ્પર, જનરેટર, ખનન કરેલ કાર્બોેસેલ સહિત કુલ રૂ.૩૦ લાખનો મુદામાલ કબજે કર્યોે હતો. દરોડા અંગે જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમને જાણ કરતા તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા ઝડપાયેલ મુદામાલને સીઝ કરવાની અને ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.