ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન જેસીબી અને ડમ્પર જપ્ત, માપણી કરી દંડ ફટકારાશે
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ડીંગુચા ગામે
શુક્રવારે રાત્રે બે વાગે ભુસ્તર તંત્રના દરોડાથી દોડધામ ઃ એક કરોડનો મુદ્દામાલ કબજે કરાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા માટે કલેક્ટરની સુચનાને પગલે ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શુક્રવારે ની મોડી રાત્રે કલોલ તાલુકાના ડીંગુચા-જુવાસણ રોડ પર રેડ કરીને ગેરકાયદેસર ખનન અને ખનિજ વહનની પ્રવૃત્તિ પકડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આશરે એક કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતા.
મદદનીશ ભૂસ્તરશાીની સૂચનાઓ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા સર્વેયરની આગેવાની હેઠળ ડીંગુચા ગામે સાદી
માટી ખનિજનું બિનઅધિકૃત ખનન ઝડપાયું હતું.રાત્રે બેથી ૨ઃ૩૦ દરમિયાન હાથ ધરાયેલી રેડમાં જેસીબી મશીન
અને ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા. આ મશીનના ઓપરેટર રાકેશભાઈ અને માલિક સાહિલભાઈ
નાગજીભાઈ દેસાઈ દ્વારા ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરી ખનિજનું વહન કરવામાં
આવતું હતું. જપ્ત કરાયેલા વાહનોને પીપળજ ચેકપોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે. આ
ઉપરાંત, ભૂસ્તર
વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય તપાસ ટીમે રાંધેજા અને પેથાપુર ખાતે પણ
આકસ્મિક તપાસ હાથ ધરી હતી. રાંધેજા ખાતે ડમ્પર અને પેથાપુર ખાતે ટ્રેક્ટરમાં
રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન ઝડપાયું હતું આ બંને વાહનો પણ
જપ્ત કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીમાં માઇન્સ સુપરવાઇઝર પણ સહયોગ રહ્યો હતો.જપ્ત
કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે એક કરોડ
રૃપિયા જેટલી છે. ગેરકાયદેસર ખનન થયેલા વિસ્તારની માપણીની કાર્યવાહી શરૃ કરવામાં
આવી છે માપણી બાદ વધુ દંડનીય રકમ ફટકારવામાં આવશે.