Get The App

ખાનગી જગ્યામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તી પકડાઇઃએક જેસીબી અને બે ટ્રેક્ટર સીઝ

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
ખાનગી જગ્યામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તી પકડાઇઃએક જેસીબી અને બે ટ્રેક્ટર સીઝ 1 - image


જિલ્લા ભુસ્તર તંત્રની કોઇ મંજૂરી વગર

બોરૃ ગામમાં ખોદકામઃ૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત ખાડાની માપણી કરીને વાહનમાલિકને દંડ ફટકારાશે

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ સામે  જિલ્લા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, નદીના પટમાં ગેરકાયદે ખેતીની પ્રવૃત્તી ફુલી ફાલી છે પરંતુ તંત્ર દ્વારા રોડ પર ચેકીંગ વધારીને રેતી-માટીનું ગેરકાયદે વહન કરતા તત્વોને દંડવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ખાનગી જમીનમાં તંત્રને જાણ કર્યા વગર ખોદકામ કરતા ભુસ્તર તંત્રએ કાર્યવાહી કરી છે.

માણસા તાલુકાના બોરૃ ગામની સીમમાં તાજેતરમાંે જિલ્લા ભુસ્તર તંત્રના માઇન્સ સુપરવાઇઝર રણછોડભાઈ આહિરની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ખાનગી માલિકીની જમીનમાંથી બિનઅધિકૃત રીતે સાદી માટી ખનીજનું ખોદકામ અને વહન કરતા તત્વો ઝડપાયા હતા. આ કાર્યવાહીમાં એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સહિત કુલ ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.આ મુદ્દામાલની કિંમત આશરે ૬૪ લાખ રૃપિયા જેટલી આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા વાહનો અને મશીનને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ ખાતે સીઝ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, બિનઅધિકૃત ખોદકામથી બનેલા ખાડાના જથ્થાની માપણી કરીને દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કેસમાં સંડોવાયેલા વાહનમાલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલનિયમો હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Tags :