Gujarat

વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ

By GS TEAM
17 Sep 20251 min read
TukuTouch Logo
શહેર ટ્રાફિક પોલીસ ટીમે હાઇવે પર આડેધડ પાર્ક નાના-મોટા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ

Vadodara Police : વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં હાઇવે પર આવેલી બેના ચોકડી આસપાસના વિસ્તારમાં શહેર ટ્રાફિકના સહયોગમાં દબાણ શાખાની ટીમે લારી-ગલ્લા, શેડ તથા તંબુ અને હંગામી દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે ટ્રાફિક પોલીસે આડેધડ પાર્ક થયેલા નાના મોટા અનેક વાહન ચાલકોને મેમો ફટકારીને દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર વિભાગમાં દેણા ચોકડી ખાતે ખાણી પીણી સહિત વાહન રીપેરીંગના ગેરેજો, સહિત અન્ય વેપાર ધંધો કરનારાઓએ આડેધડ દબાણો હાઇવે પર કરી દેતા ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર સર્જાયા કરે છે. જેથી નાના મોટા અકસ્માતોની પણ શક્યતા નકારી શકાતી નથી. 

પરિણામે શહેર ટ્રાફિક પોલીસ વિભાગે પાલિકા તંત્ર સમક્ષ દબાણ હટાવોની ટીમ માંગી હતી. જેથી શહેર ટ્રાફિક પોલીસ અને દબાણ શાખાની સંયુક્ત કામગીરી હાઇવે પર દેના ચોકડી ખાતે શરૂ કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમે ગેરકાયદે ખડકાયેલી ખાણીપીણીના હંગામી લારી ગલ્લા, શેડ સહિત વાહન રીપેરીંગના તંબુઓ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે દેણા ચોકડી આસપાસ રોડ રસ્તાની બંને બાજુએ ગેરકાયદે રીતે આડેધડ વાહનો પાર્કિંગ કરતા વારંવાર ટ્રાફિકજામ થવાના કારણે અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે. આવા નાના મોટા વાહન ચાલકોને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેમો ફટકારીને દંડનીય કાર્યવાહી શરૂ કરાઈ હતી.