Get The App

ગેરકાયદે બાંધકામ ૮૨ હજાર , બાંધકામ નિયમિત કરાવવા આવેલ ૪૮ હજાર અરજી રદ

કોટ વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામની માત્ર ૫૬૦૨ અરજી જ મળી

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
ગેરકાયદે બાંધકામ ૮૨ હજાર , બાંધકામ નિયમિત કરાવવા આવેલ ૪૮ હજાર અરજી રદ 1 - image

       

 અમદાવાદ,ગુરુવાર, 11 ડિસેમ્બર,2025

ગૃડા એકટ હેઠળ અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવવા કોર્પોરેશનને કુલ ૮૨૦૫૫ અરજી મળી હતી. આ પૈકી ૪૮૪૦૪ અરજી રદ કરાઈ છે. આશ્ચર્યજનક રીતે જયાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ થાય છે તેવા શહેરના કોટ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંધકામને લઈ માત્ર ૫૬૦૨ અરજી તંત્રને મળી હતી.કોર્પોરેશનને ઈમ્પેકટ ફી પેટે રુપિયા ૩૨૨ કરોડની આવક થવા પામી છે.

ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા છેલ્લા કેટલાક વર્ષોથી ઈમ્પેકટ ફી ભરવાની મુદતમાં વખતોવખત વધારો કરવામા આવે છે. આમછતાં શહેરના તમામ ઝોનમા ગેરકાયદેસર બાંધકામોની સંખ્યામા સતત વધારો થઈ રહયો છે.તંત્ર ગેરકાયદે બાંધકામ રોકી શકતુ નથી.

ઝોન મુજબ કયાં કેટલી અરજી

ઝોન    અરજી      નામંજુર અરજી

ઉ.પ.   ૧૩૪૫૭        ૮૩૯૭

દ.પ.   ૧૧૬૧૮        ૮૦૦૨

પશ્ચિમ  ૧૪૧૨૬      ૭૧૮૦

મધ્ય   ૫૬૦૨       ૩૩૭૫

ઉત્તર   ૧૦૧૨૫    ૭૯૯૪

પૂર્વ    ૧૨૨૭૩   ૫૦૪૨

દક્ષિણ  ૧૪૮૫૪  ૮૪૧૪