ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, ઇફ્કોએ NPK ખાતરના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો નવી કિંમત
AI IMAGE |
IFFCO NPK fertilizer Price Hike: ઇફ્કો (IFFCO) દ્વારા ગુજરાતના ખેડૂતોને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ NPK ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોએ રૂ. 130નો વધારો ઝીંક્યો છે. અગાઉ રૂ. 1720માં મળતી ખાતરની આ થેલી હવે ખેડૂતોને રૂ. 1850માં ખરીદવી પડશે. આ ભાવ વધારો 1 જુલાઈ, 2025થી લાગુ ગણાશે.
આ ભાવવધારાને કારણે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધશે અને તેમની આવક ઘટશે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2025માં પણ NPK ખાતરના ભાવમાં રૂ. 250નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે 50 કિલોની એક બોરીનો ભાવ રૂ. 1470થી વધારીને રૂ. 1720 કરવામાં આવ્યો હતો.
છ મહિનાના ટૂંકા ગાળામાં ફરીથી ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. NPK ખાતરમાં થયેલા આ ભાવવધારા સામે ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. ઇફ્કોના ભાવવધારા બાદ ખેડૂતોએ યુરિયા ખાતરની જેમ NPK ખાતર પર પણ સબસિડી આપવાની માંગ કરી છે.