Gujarat

ગોરવા વિસ્તારમાં ભિક્ષા વૃત્તિ કરવા જઇશ તો જાનથી મારી નાખી

By GS TEAM
15 Nov 20251 min read
ગોરવા વિસ્તારમાં ભિક્ષા વૃત્તિ  કરવા જઇશ તો જાનથી મારી નાખી

 વડોદરા,ગોરવા વિસ્તારમાં ભિક્ષા વૃત્તિ માટે જવાના મુદ્દે વ્યંઢળો વચ્ચે થયેલી તકરારમાં વળતી ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આજવા રોડ ચાચા નહેરૃ નગરમાં રહેતા અને યજમાન વૃત્તિ કરતા અર્ચનાકુંવર બિંદુકુંવર કિન્નરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હંુ ગોરવા, સુભાનપુરા, લક્ષ્મીપુરા, નિઝામપુરા વિસ્તારમાં મારા ચેલાઓ સાથે ભિક્ષા લઇને મારા ઘરે પરત આવી હતી.રાત્રે સાડા આઠ વાગ્યે રોશનીકુંવર માહીકુંવરે ફોન કરીને ગાળો બોલી મને કહ્યું કે, તું ગોરવા વિસ્તારમાં ભિક્ષા વૃત્તિ કરવા કેમ ગઇ હતી ? હવે પછી તારે ગોરવા વિસ્તારમાં આવવાનું નહીં. રોશનીકુંવરના ફોનમાંથી મને રાહીકુંવર કિન્નરે કહ્યું કે,  આજ પછી ગોરવા વિસ્તારમાં ભિક્ષા વૃત્તિ કરવા માટે આવીશ તો તારા પગ તોડી નાખીશ. તે જ મોબાઇલ ફોનથી માહીકુંવરે વાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેં મારો મોબાઇલ ફોન બંધ કરી દેતા મારા ચેલા રેશમાકુંવરના મોબાઇલ પર કોલ કરીને  ધમકી આપી હતી કે તને તારો જીવ વ્હાલો ના હોય તો ગોરવા વિસ્તારમાં આવજે.