વિશ્વામિત્રીની જેમ માંડવી,લહેરીપુરા ગેટનું સમારકામ ચોમાસા પહેલાં નહિ થાય તો મોટું નુકસાન
વડોદરાઃ વિશ્વામિત્રી પ્રોજેક્ટની જેમ ચાર દરવાજા વિસ્તારની વિરાસતને બચાવી લેવા માટે વરસાદ પહેલાં સમય મર્યાદા નક્કી કરવામાં નહિ આવે તો આ ઇમારતોને મોટું નુકસાન થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
ચાર દરવાજા વિસ્તારના રહેવાસીઓ ઐતિહાસિક માંડવી અને લહેરીપુરા ગેટની દુર્દશા જોઇને ભારે વ્યથિત થઇ ગયા છે. તાજેતરમાં માંડવી ગેટના પિલરના ભાગ તૂટી પડવાના બનાવ બનતાં કોર્પોરેશનના અધિકારીઓએ પુરાતત્વ વિભાગની મદદ લીધી હતી.જેમાં પુરાતત્વ અધિકારીએ પણ માંડવી ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે તેવો મત વ્યક્ત કર્યો હતો.
ચાર દરવાજા વિસ્તારના રહેવાસી કીર્તિ પરિખ,જલ્પેશ,કેશવ વગેરેએ પત્ર લખીને માંડવીની સાથે સાથે લહેરીપુરા ગેટની વિરાસતને પણ બચાવી લેવા તેમજ વિશ્વામિત્રી પ્રોજેક્ટની જેમ સમય મર્યાદા નક્કી કરવા માંગણી કરી છે.
તેમણે કહ્યું છે કે,આગામી ચોમાસા પહેલાં જો આ ઇમારતોનું સમારકામ પૂર્ણ નહિ થાય તો મોટું નુકસાન થવાની શક્યતા છે.જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવ મળી રહ્યો છે.