Gujarat
જો 1- 2 કલાક મોડું થયુ હોત તો બોખીરા પાણીમાં ગરકાવ થઈ જાત!
By GS TEAM
21 Aug 20251 min read

બંદરને જોડતો સુભાષનગરનો મુખ્ય માર્ગ તોડવો પડયો : બરડા પંથકમાંથી આવતું પાણી લોકોનાં ઘરોમાં ઘૂસ્યું, ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા જનજીવન પ્રભવિત
પોરબંદર, : પોરબંદર પંથકના બરડા ડુંગરની આજુબાજુના ગામોમાંથી વરસાદી પાણી બોખીરા ગામમાં રોડ ઠેકીને મુખ્ય બંદર તરફ જતાં સુભાષનગરવાળા રસ્તાએથી ખાડીમાં જાય છે. અહી પાણીનો પ્રવાહ બ્લોક થયો હોવાથી ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા હતાં. આ વિસ્તારના લોકોને તાત્કાલિક ડેપ્યૂટી કલેકટરને જાણ કરતાં બંદરને જોડતો સુભાષનગરનો મુખ્ય માર્ગ જે.સી.બી.થી તોડવામાં આવ્યો હતો. જેથી પાણી ઉતરવાનું શરૂ થયું. જો એકથી બે કલાક વિલંબ થાત તો સમગ્ર બોખીરા ડૂબી જાત તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.









