Get The App

પોલીસથી બચવા જુગાર રમવા ટેરેસ પર ગયા તો ત્યાં પણ પોલીસ આવી પહોંચી

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
પોલીસથી બચવા જુગાર રમવા ટેરેસ પર ગયા તો ત્યાં પણ પોલીસ આવી પહોંચી 1 - image

વડોદરા, તા. 28

વડોદરાના બાજવા વિસ્તારમાં પોલીસથી બચવા માટે જુગાર રમવા મકાનના ટેરેસ પર ગયેલા પાંચ જુગારીયાઓ પકડાઈ જતા પોલીસે તેઓની સામે કાર્યવાહી કરી હતી.

બાજવા વિસ્તારમાં ગઇ સાંજે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નિલેશ રાઠોડ ના મકાનની ટેરેસ પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસે ઉપર જઈ જુગારિયાઓને કોર્ડન કરી લીધા હતા.

પોલીસે પકડાયેલાઓમાં નિલેશ ઉર્ફે નીલુ જયંતીભાઈ રાઠોડ (વડનગર શેરી,બાજવા), મનસુખ ઉર્ફે મનુ રામજીભાઈ પરમાર, શૈલેષ ઉર્ફે સયો દેશા ભાઈ સોલંકી, કપૂર ના ભાઈ રાઠોડ અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમો સનાભાઇ રાઠોડ (તમામ રહે.વડનગર શેરી, બાજવા) નો સમાવેશ થાય છે. પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડા રૂ.17,570 લાખ અને 3 મોબાઈલ કબજે કર્યા હતા.