Get The App

'જો કોળી નેતાને CM બનાવાય તો...' ગુજરાતના વધુ એક ધારાસભ્યએ ભાજપને મુંઝવણમાં મૂક્યો

Updated: Jul 15th, 2024

GS TEAM

Google News
Google News
'જો કોળી નેતાને CM બનાવાય તો...' ગુજરાતના વધુ એક ધારાસભ્યએ ભાજપને મુંઝવણમાં મૂક્યો 1 - image

Gujarat News | મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે ત્યારે કોળી સમાજે પાટનગરમાં બેઠક યોજીને રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કર્યુ છે. આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આડકતરું સમર્થન આપતાં કહ્યું કે, જો કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે.

ચાર-પાંચ દિવસ પહેલાં જ કોળી- ઠાકોર વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી હતી. આ રાજકીય વિવાદની આગ ઠરી નથી ત્યાં પાટનગર ગાંધીનગરમાં કોળી સમાજની એક બેઠક મળી હતી.

આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ કોળી નેતાને મુખ્યમંત્રી બનાવાય તે વાતને આડકતરી રીતે સમર્થન આપતાં કહ્યુંકે, જો કોળી ધારાસભ્યને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કોળી સમાજ માટે આનંદની વાત છે. પણ આ બધુ હાઈકમાન્ડ નક્કી કરે છે.

'જો કોળી નેતાને CM બનાવાય તો...' ગુજરાતના વધુ એક ધારાસભ્યએ ભાજપને મુંઝવણમાં મૂક્યો 2 - image