Gujarat

ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે

By GS TEAM
18 Aug 20251 min read
ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે

- બે શખ્સની સંડોવણી ખુલી

- પોલીસે વિદેશી દારૂ,ટ્રક મળી કુલ રૂ. 24.36 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફના ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર-સોમનાથ હાઇવે રોડ પર ભાવનગર તરફથી એક આઇશર ટ્રક નં.જીજે-૧૪-ઝેડ-૨૫૫૧ નો વિદેશી દારૂ ભરી ભાવનગર તરફથી મહુવા તરફ જઇ રહ્યો છે. જે બાતમી આધારે ભાવનગર સોમનાથ હાઇવે રોડ ઉપર રાજપરા-૨ ગામના બ્રીજ પર વેલનાથ હોટલથી તળાજા તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી ટ્રકને ઉભો રખાવી તપાસ કરતાં ઇગ્લીંશ દારૂની નાની-મોટી બોટલો ૧૮૮૪ રૂ.૧૪,૨૬,૬૫૬ ની મળી આવતા પોલીસે બટુક રાણાભાઇ મકવાણાની દારૂ, ટ્રક મળી કુલ રૂ.૨૪,૩૬,૬૫૬ નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા સંજય કરશનભાઇ સોલંકી,યોગેશ પ્રવિણભાઇ બારૈયા સંડોવણી ખૂલતા પોલીસે ત્રણ શખ્સ વિરૂધ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.