Get The App

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ 1 - image


CA Exam Result Declared: ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી CA પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ફાઇનલ એક્ઝામિનેશન (બંને ગ્રુપ)નું પરિણામ 16.23% (16,800માંથી 2,727 પાસ), ઇન્ટરમીડિયેટ એક્ઝામ (બંને ગ્રુપ)નું પરિણામ 10.06% (36,398માંથી 3,663 પાસ) અને ફાઉન્ડેશન એક્ઝામનું પરિણામ 14.78% (98,827માંથી 14,609 પાસ) રહ્યું છે. આ ઉપરાંત, રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છે ભારતમાં 20મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

98,827 વિદ્યાર્થીઓમાંથી 14,609 ઉમેદવારો પાસ 

ફાઉન્ડેશન પરીક્ષામાં આ સત્રે 98,827 વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાંથી માત્ર 14,609 ઉમેદવારો પાસ થયા છે, જેનો એકંદર પાસ થવાનો દર 14.78% રહ્યો છે. પુરુષ ઉમેદવારોનો પાસ થવાનો દર (15.74%) સ્ત્રી ઉમેદવારો (13.76%) કરતાં સહેજ વધુ રહ્યો છે. ચેન્નાઈની એલ. રાજલક્ષ્મી 360 માર્ક્સ (90%) સાથે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે આવી છે, જ્યારે બીજા ક્રમે પ્રેમ અગ્રવાલ (354 માર્ક્સ) અને ત્રીજા ક્રમે  નીલ રાજેશ શાહ (353 માર્ક્સ) છે.

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ 2 - image

ICAIની ઓફિશિયલ વેબસાઇટ પર પરિણામો જોઈ શકાશે 

આ પરીક્ષાઓ 3 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી અને વિદ્યાર્થીઓ હવે તેમના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને ICAIની ઓફિશિયલ વેબસાઇટ icai.nic.in પર આ પરિણામો જોઈ શકશે.

2026 સત્રનું રજિસ્ટ્રેશન શરુ 

આ ઉપરાંત જાન્યુઆરી 2026 સત્ર માટેની રજિસ્ટ્રેશન જાહેરાત પણ ICAI દ્વારા કરી દેવામાં આવી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ માટે 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પરીક્ષાઓનું આયોજન 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે.

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર, જાણો કોણે કર્યું ટોપ 3 - image
Tags :