CA ફાઈનલનું પરિણામ જાહેર: અમદાવાદના હર્ષ સોનારાએ દેશમાં મેળવ્યો 9મો ક્રમ, શહેરનું પરિણામ 13.86%
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CA Final Result Jan 2026: ICAI દ્વારા જાન્યુઆરી 2026માં લેવાયેલી CA ફાઈનલની પરીક્ષાનું પરિણામ આજે(2 માર્ચ, 2026) જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સમગ્ર દેશનું પરિણામ 10.97% રહ્યું છે, જે સામાન્ય વર્ષોની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું છે. જો કે, રાષ્ટ્રીય સરેરાશ કરતાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 13.86% સાથે ચડિયાતું રહ્યું છે.
અમદાવાદના હર્ષ સોનારાએ દેશમાં મેળવ્યો 9મો ક્રમ
આ વર્ષના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. જેમાં હર્ષ સોનારાએ સમગ્ર દેશમાં 9મો રેન્ક મેળવી અમદાવાદનું નામ રોશન કર્યું છે. નમિશ શાહે ઓલ ઈન્ડિયા લેવલ પર 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.
આ પણ વાંચો: સીએ ફાઈનલનું પરિણામ જાહેર, પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં
અમદાવાદ સેન્ટરના આંકડાઓ પર નજર કરીએ તો, ગ્રૂપ 1માં 872 વિદ્યાર્થીઓમાંથી 178 પાસ થયા છે અને ગ્રૂપ 2માં 406 વિદ્યાર્થીઓમાંથી 18 પાસ થયા છે. આ ઉપરાંત, જે 635 વિદ્યાર્થીઓએ બંને ગ્રૂપની પરીક્ષા સાથે આપી હતી, તેમાંથી 88 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે.








