Get The App

2019માં સસ્પેન્ડ થયેલા IAS ગૌરવ દહિયાને રાજ્ય સરકારે એડિશનલ ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા

14 ઓગસ્ટ 2019 ના રોજ ગૌરવ દહિયાને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

દિલ્હીની મહિલાએ IAS ગૌરવ દહિયા સામે વર્ષ 2019માં GAD વિભાગમાં ફરિયાદ કરી હતી

Updated: Jul 4th, 2023

GS TEAM


Google News
Google News
2019માં સસ્પેન્ડ થયેલા IAS ગૌરવ દહિયાને રાજ્ય સરકારે એડિશનલ ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા 1 - image



અમદાવાદઃ 2019માં સસ્પેન્ડ થયેલા 2010ની બેચના IAS ગૌરવ દહિયાનું ગુજરાત સરકારે સસ્પેન્શન પરત ખેંચીને તેમને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપી છે. જ્યારે હાલમાં આ જવાબદારી સંભાળી રહેલા IAS એ.બી રાઠોડને વધારાની જવાબદારીથી મુક્તિ આપી છે.દિલ્હીની મહિલાએ ગૌરવ દહિયા પર બે લગ્ન અને છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતો.આ મામલે સરકારે તપાસ સમિતી બનાવી હતી. આ સમિતી સામે ગૌરવ દહિયા બે વખત હાજર થયા હતા. તપાસ સમિતીના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019માં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

ઓગષ્ટ 2019માં ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા

દિલ્હીની મહિલાએ IAS ગૌરવ દહિયા સામે વર્ષ 2019માં GAD વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પર ગુજરાતના મુખ્યમંત્રીએ 5 IAS સભ્યોની કમિટી બનાવી હતી અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. સભ્યોએ તપાસ કરતાં મહિલાના આક્ષેપો સાચા હોવાનું જણાયું હતું. તેથી14 ઓગસ્ટ 2019 ના રોજ ગૌરવ દહિયાને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

2019માં સસ્પેન્ડ થયેલા IAS ગૌરવ દહિયાને રાજ્ય સરકારે એડિશનલ ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા 2 - image


દહિયાના વકિલે આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું

ગૌરવની પહેલી પત્નીએ પણ છૂટાછેડા લઈ અલગ થઈ ગઈ હતી. ગૌરવ દહિયા હરિયાણાના ગુડગાંવના રહેવાસી છે. બીજી તરફ ગૌરવ દહિયાના વકીલ દ્વારા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. તેમનો આક્ષેપ હતો કે મહિલાએ 2015માં જ લગ્ન કરી લીધા હતા. તેને પહેલાથી જ એક દીકરી હતી જેને તે IAS ગૌરવ દહિયાની બતાવીને તેમની પાસેથી 20 કરોડ રૂપિયા અને દિલ્હીમાં એક બંગલાની માગણી કરી હતી. મહિલા પૈસા ન આપવા પર વારંવાર આપઘાત કરવાની ધમકી પણ આપી રહી હતી.

Tags :