માતાએ પુત્રીની ફ્રેન્ડશીપ છોડાવી બહારગામ મોકલી દેતા બોયફ્રેન્ડની ધમકી.. હું તારી પુત્રીને મારી નાખીશ
Vadodara : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની માતાએ બોયફ્રેન્ડ સાથે ફ્રેન્ડશીપ તોડાવી બહારગામ મોકલી દેતા ઉશ્કેરાયેલા સગીરાના બોયફ્રેન્ડે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સગીરાની માતાએ પોલીસને કહ્યું છે કે, મારી પુત્રી ટીનેજર છે અને ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતા રણજીત નામના યુવક સાથે મિત્રતા હોવાથી મેં મારી પુત્રીને વાતચીત બંધ કરાવી બહારગામ મોકલી આપી હતી.
જેને કારણે ઉશ્કેરાયેલો રણજીત મને ફોન ઉપર ગાળો માંડી ધમકીઓ આપતો હતો. મારી પુત્રી જ્યારે પણ વડોદરા આવશે ત્યારે મારી નાખીશ તેમજ મને પણ મારી નાખવાની ગમતી આપતો હતો. અગાઉ તેના પિતા એ સમાધાન કર્યું હતું અને રણજીત ફોન નહીં કરે તેવી બાહેધરી આપી હતી.
આમ છતાં ફરી તેને ધમકી આપતા હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.