Get The App

ગાંધીનગર-અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડની ૪૫થી વધુ સોસાયટીમાં ત્રણ મહીનાથી ટેન્કરરાજ

ત્રણ મહીનાથી કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરુ છુ,નિરાકરણ નહીં આવે તો લોકો માટે લડીશ, અરુણ સિંહ રાજપૂત

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગર-અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડની ૪૫થી વધુ સોસાયટીમાં ત્રણ મહીનાથી ટેન્કરરાજ 1 - image


અમદાવાદ,સોમવાર,11 ઓગસ્ટ,2025

ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં ત્રણ મહીનાથી પાણી પુરતા પ્રેસરથી નહીં મળવાની સમસ્યા છે.કોર્પોરેશન દ્વારા વિવિધ સોસાયટીઓ, ચાલીઓ સહીતના વિસ્તારોમાં આવેલી ખાનગી સોસાયટીઓને સોસાયટીના ખર્ચે પાણી માટે ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત કોર્પોરેશન તરફથી પણ વિવિધ વિસ્તારોમાં ટેન્કરથી પાણી અપાઈ રહયુ છે.વોર્ડના ભાજપના કોર્પોરેટર અને મ્યુનિ. સત્તાપક્ષના પૂર્વ દંડક અરુણસિંહ રાજપૂતે કહયુ,ત્રણ મહીનાથી કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરુ છુ.છતાં સમસ્યાનુ નિરાકરણ આવતુ નથી.હજુ બે કે ત્રણ દિવસ રાહ જોઉ છુ. નહીંતર પછી ભાજપ-કોંગ્રેસ પક્ષાપક્ષીથી દુર રહીને લોકોને પાણી પુરતા પ્રેસરથી મળી રહે એ માટે લડીશ.

ચાંદખેડા વોર્ડમાં આવેલ શૈલગંગા પાણીની ટાંકીમાં પાણીનો સપ્લાય ઓછો આવવાથી ટાંકી પુરી ભરાતી નહીં હોવાથી વોર્ડના વિવિધ વિસ્તારો સુધી પુરતા પ્રેસરથી લોકોને પાણી મળતુ નથી.ચાંદખેડા વોર્ડમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક કોર્પોરેટર હોવાછતાં પાણીની સમસ્યા ઉકેલાઈ નથી. આ કારણથી સ્થાનિક રહીશોમા ઉગ્ર આક્રોશ જોવા મળી રહયો છે.પાણી માટે સ્કાડા મીટર લગાવાયા હોવાની ગુલબાંગો છતાં શૈલગંગા પાણીની ટાંકી ત્રણ મહીનાથી પુરી ભરાતી નથી એ હકીકત છે.કેટલાક વિસ્તારોમા તો પાણીના ટેન્કર પહોંચે એ સમયે પાણી મેળવવા લોકો વચ્ચે પડાપડી અને ઝઘડા પણ થતા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે.વોર્ડના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે કહયુ, સારા વરસાદ પછી પાણીની સમસ્યા હોવી ના જોઈએ. આમ છતાં કયા કારણથી કોર્પોરેશનના અધિકારીઓ આ પ્રશ્ન ઉકેલવામા નિષ્ફળ રહયા છે એ સમજી ના શકાય એવી બાબત છે.ડી કેબીન રેલવે અંડરપાસ પાસે પાણીની નવી ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બની રહયા છે.પરંતુ તેની કામગીરી મંથરગતિથી ચાલી રહી છે.આ પરિસ્થિતિમાં ભાજપના નેતાની રજુઆત જ કોર્પોરેશનના અધિકારીઓ ના સાંભળતા હોય તો નાગરિકોની સમસ્યા કઈ રીતે ઉકેલાશે.

કઈ-કઈ સોસાયટીમાં પાણીની સમસ્યા?

જનતાનગર, શ્રધ્ધાપાર્ક, ગોવિંદનગર, દસમેશનગર, શીવપૂજન, સાંઈ પૂજન, ભગવતી સોસાયટી, ગોપાલ સોસાયટી, જૈનીક સોસાયટીભુવનેશ્વર સોસાયટી, પુરસોત્તમ પાર્ક,મયુર પાર્ક,શ્રેષ્ઠ બંગલો, બાલ ક્રીશ્ના, સૃષ્ટિ બંગલો, દેવ ગંગા, પાસરનગર-૧,,, પદ્મ પ્રભુનગર, પાર્શ્વનગર-૧,,, શુભલક્ષ્મીનગર, સુભાષનગર, કર્ણાવતીનગર, શાંતિકુંજ સોસાયટી,મેના પાર્ક, ન્યુ સહકાર, લક્ષ્મીનગર, સુભાષનગર, વિષ્ણુનગર, વિવેકાનંદનગર, શિવશકિતનગર, માલીની પાર્ક,પુજા બંગલો,રબારી વસાહત, મહેશ્વરી સોસાયટી, પ્રગતિ સોસાયટી, હનુમાનનગર, કૈલાસધામ સોસાયટી, શારદાકૃપા સોસાયટી, રાધાકૃપા, ઉતકર્ષ બંગલો, જ્ઞાાનસાગર, શિવમ બંગલોઝ, અમી વર્ષા, શ્રીફળ રેસિડેન્સી,એ-૩ રોયલ રેસિડેન્સી, વિસતમાતાના છાપરા, સ્નેહ પ્લાઝા રોડ, આઈ.ઓ.સી.રોડ તથા ડી કેબીન.

Tags :