જામનગરમાં રણજીત સાગર રોડ પર મયૂરબાગમાં રહેતી મહિલાના ગળાફાંસા દ્વારા આપઘાતના પ્રકરણમાં પતિનો ત્રાસ કારણભૂત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતી એક પરિણીતાના ગળાફાંસા દ્વારા આત્મહત્યાના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુરબાગમાં રહેતી ઇલાબેન હાર્દિકભાઈ ઘાડિયા નામની 35 વર્ષની પરિણીતાએ પરમદીને રાત્રે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની તપાસ કરતાં ઇલાબેન કે જેઓએ પોતાના પતિ સાથે ઘરમાં નાની-નાની બાબતોમાં બોલાચાલી અને ઝઘડો થયો હોવાથી મનમાં લાગી આવતાં આપઘાત નું પગલું ભરી લીધા નું જાહેર થયું છે. જે મામલામાં સીટી એ. ડિવિઝનની પોલીસ ટીમ વધુ તપાસ ચલાવી રહી છે, અને ઇલાબેનના મૃત્યુ ની પાછળ પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું જાહેર થયું છે.








