Get The App

પત્નીને મરવા મજબૂર કરનારા પતિને 7 વર્ષ સખત કેદની સજા

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
પત્નીને મરવા મજબૂર કરનારા પતિને 7 વર્ષ સખત કેદની સજા 1 - image

- ખસ ગામની મહિલાને બદનામ કરતા ગળાફાંસો ખાઈ લીધો હતો

- 14 સાક્ષી તપાસવામાં આવ્યા, 30 દસ્તાવેજી પુરાવા રજૂ થયા, 50 હજારનો દંડ ભરવા પણ હુકમ

બોટાદ : રાણપુર તાલુકાના ખસ ગામે પિયર ધરાવતા મહિલાને તેના જ પતિએ સોશિયલ મીડિયામાં બદનામ કરતા તેણીએ ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. આ ચકચારી કેસમાં પત્નીને મરવા મજબૂર કરનારા પતિને કોર્ટે સાત વર્ષ સખત કેદની સજા, ૫૦ હજારના દંડનો હુકમ કર્યો છે.

આણંદના ખંભાત તાલુકાના ગોલાણા ગામે રહેતો કરણસિંહ જહુભા પરમાર નામના શખ્સના વર્ષ ૨૦૧૫માં રાણપુરના ખસ ગામના મહિલા સાથે લગ્ન થયા હતા. ત્યારબાદથી આરોપીએ તેણીને શારીરિક-માનસિક ત્રાસ આપી વર્ષ ૨૦૧૯માં પિયર મોકલી આપી હતી. આ ઉપરાંત દીકરીનો જન્મ થતાં મેણાં-ટોણાં મારી, પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરી તેણીના વોટ્સએપ ઉપર ફોટા વાયરલ કરી બદનામ કરતો હોય, તે દુઃખ-ત્રાસ સહન ન થતાં પરિણીતાએ તા.૨૧-૭-૨૦૧૯ના રોજ પિયરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે કરણસિંહ પરમાર નામના શખ્સ સામે રાણપુર પોલીસમાં આઈપીસી ૩૦૬, ૪૯૮ (ક), આઈટી એક્ટની કલમ ૬૭ મુજબ ગુનો દાખલ થયો હતો. દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે ૧૪ સાક્ષીને તપાસવામાં આવેલ તેમજ ૩૦ દસ્તાવેજી પુરાવા, જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે. પરાશરે આરોપીને તકસીરવાન ઠેરવી સાત વર્ષ સખત કેદની સજા, રૂા.૫૦,૦૦૦નો દંડ ભરવા હુકમ ફરમાવેલ છે.