Gujarat

વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો

By GS TEAM
23 Dec 20251 min read
વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો

અમરેલી એલસીબી ટીમનો દરોડો

કૃષ્ણપરા વિસ્તારમાં ઘર નજીક જ દેશી દારૂ ભરેલા કેરબા સાથે સકંજામાં લઈને કાર્યવાહી

અમરેલી: વડિયામાં ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાનાં પતિ દારૂનું વેચાણ કરતા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ જતાં રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વડિયા ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાનાં પતિ મહેશ નારણભાઇ ધામેચા વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં રહેણાંક મકાન પાસે આવેલી કેબીન નજીક દેશી દારૂ રાખી વેંચતા હોવાની બાતમી અમરેલી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. જેથી ત્યાં દરોડો પાડીને તપાસ કરતા દેશી દારૂનું કેન ભરી વેચતો હોવાનું સામે આવતા પાસ પરમીટ વગર દારૂના વેચાણ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.