વિદેશ રહેતા પતિએ કહ્યું મારે તને રાખવાની નથી, છૂટાછેડા આપવાના છે
લગ્નના બે વર્ષમાં જ યુવતીનો ઘર સંસાર તૂટયો
સાસુ-સસરા દ્વારા પણ દહેજ માગીને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો ઃ મહિલા પોલીસમાં ત્રણ સામે ગુનો
છેલ્લા થોડા સમયથી સમાજમાં મહિલાઓ ઉપર દહેજ તેમજ અન્ય
બાબતોને લઈ અત્યાચારની ઘટનાઓ વધી છે ત્યારે આ વખતે માણસા તાલુકાના ગામમાં રહેતી
યુવતી પણ પતિ અને સાસરીયાઓના ત્રાસનો ભોગ બની છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે આ યુવતીના લગ્ન માણસા તાલુકાના ગામમાં જ રહેતા યુવાન સાથે બે
વર્ષ અગાઉ થયા હતા. ત્યારબાદ તેના પતિને સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા જવાનું
હોવાથી ૩૫ લાખનો ખર્ચ હતો અને તે પણ આ યુવતીના પિયર પાસેથી માગવામાં આવ્યો હતો.
પતિ ગત ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા ગયો ત્યારબાદ સાસુ અને સસરા દ્વારા તેણીને
શારીરિક માનસિક ત્રાસ આપવાનો શરૃ કરવામાં આવ્યું હતું અને પિયરમાંથી દહેજ લઈ આવવા
માટે દબાણ પણ કરવામાં આવતું હતું પરંતુ સંસાર બગડે નહીં તે માટે આ પરણીતા ત્રાસન
કરતી હતી.
જોકે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પતિએ પણ એક મહિના સુધી તેની સાથે વાત કરી હતી અને ત્યારબાદ તેની સાથેનો તમામ સંપર્ક તોડી નાખ્યો હતો અને છેલ્લે કહ્યું હતું કે મારે તને રાખવાની નથી છુટાછેડા આપવાના છે તેમ કહેતા આ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ સાસુ સસરાએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું અને અમારો પુત્ર તને રાખવાનીના પાડે છે તેમ કહી સાસરીમાંથી કાઢી મૂકી હતી. છેલ્લે પિયરમાં આવી ગયેલી યુવતી દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં સફળતા નહીં મળતા આખરે પતિ અને સાસુ સસરા સામે મહિલા પોલીસમાં ફરિયાદ આપી છે.