Gujarat

ટેન્કરની ટક્કર વાગતા રોડ પર પટકાયેલા દંપતી પૈકી પતિનું મોત

By GS TEAM
10 Apr 20261 min read
ટેન્કરની ટક્કર વાગતા રોડ પર પટકાયેલા દંપતી પૈકી પતિનું મોત

વડોદરા,દુમાડ ચોકડી પાસે ટેન્કરની ટક્કર વાગતા બાઇક સવાર દંપતી રોડ પર પટકાયું હતું. પતિ ટેન્કરના પૈંડા નીચે કચડાઇ જતા સ્થળ પર જ તેનું મોત થયું હતું.

ભરૃચ જિલ્લાના આમોદ ગામે પીપળાવાળા  ફળિયામાં રહેતા ગણપતભાઇ મોહનભાઇ પાટણવાડિયા તથા તેમના પત્ની સંગીતાબેન આજે સવારે ઘરેથી બાઇક લઇને સાવલીના આસોજ ગામે લગ્ન પ્રસંગમાં જતા હતા. સવારે ૧૧ વાગ્યે તેઓ દુમાડ ચોકડીથી  સાવલી તરફ જવા માટે વળાંક લેતા હતા. તે દરમિયાન સાવલીથી અમદાવાદ તરફ જવા માટે ટર્ન લેતા ટેન્કરની ટક્કર વાગતા દંપતી રોડ પર ફંગોળાઇને પટકાયું હતું. પત્ની સંગીતાબેન થોડા દૂર પટકાયા હતા.જ્યારે ગણપતભાઇ બાઇક સાથે ટેન્કરના આગળના પૈડા નીંચે આવી જતા સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.જે અંગે સમા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.કે.ચૌધરીએ ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.