નેશનલ હાઇવે નં.48 ઉપર ખરોડ ગામ પાસે ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત, પત્ની ઇજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch Accident : નેશનલ હાઇવે નં. 48 ઉપર ખરોડ ગામ પાસે પૂર ઝડપે ઘસી આવેલ ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. ફરિયાદના આધારે પાનોલી પોલીસે ટેન્કર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની હનુમાન ચોકડી પાસે આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતા શકુબેન દેવરામ પુરી ગોસ્વામી ગઈકાલે સવારે પતિ દેવરામપૂરી સાથે વાગરાથી બાઈક ઉપર સુરત કામ અર્થે જવા નીકળ્યા હતા. દરમ્યાન આશરે 10:30 વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે નં. 48 પર અંકલેશ્વરથી સુરત તરફ જવાના માર્ગ ઉપર આવેલ ખરોડ ગામના નવા બ્રિજની બાજુમાં સર્વિસ રોડ તરફથી એક પૂર ઝડપે પસાર થતાં ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં દેવીરામપૂરી ઉપર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળતા મોત નીપજ્યું હતું. ટેન્કર ચાલક અકસ્માત સર્જી સ્થળ પર ટેન્કર મૂકી નાસી છૂટ્યો હતો. જ્યારે શકુબેનને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.








