પત્નીએ આર. જે. સાથે મળી પ્રેન્ક કરતાં પતિએ છૂટાછેડા માંગ્યા! અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો

Wife RJ Prank leads to Divorce Plea: પત્નીએ આરજે સાથે મળી પ્રેન્ક(મજાક-ટીખળ) કરવામાં વાત વણસતાં એક પતિએ પોતાની પત્રકાર પત્ની સાથે ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડા માંગ્યા હતા. જો કે, અમદાવાદ ફેમીલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નામંજૂર કરતાં તેણે ગુજરાત હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરી છે. જો કે, જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે બંને પક્ષકારોને જરૂરી સૂચના મેળવી આગામી મુદતે અદાલતને જાણ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી છે.
પત્રકાર પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્યને લઈ કર્યો પ્રેન્ક
પતિના આક્ષેપો મુજબ, તેની પત્રકાર પત્નીએ આરજે સાથે મળી તેના ચારિત્ર્યને લઇ પ્રેન્ક કર્યો હતો અને તે શેરીના કૂતરા ઘેર લાવી હતી, જે તેને કરડયા હતા. બાદમાં પતિએ ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડાની માંગણી કરી હતી. પતિએ કાયમી ભરણપોષણ પેટે રૂ. 15થી 20 લાખની ઓફર કરી હતી પરંતુ પત્ની દ્વારા રૂ.2 કરોડની માંગણી થઈ રહી છે. અરજદાર પતિ ખાનગી નોકરી કરી રહ્યો છે, જયારે તેની પત્ની પત્રકાર છે અને તે પણ કમાય છે.
આ પણ વાંચો: 'ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે', બુટલેગરનો પત્ર વાઈરલ થતાં રાજકારણ ગરમાયું
ક્રૂરતાના ગ્રાઉન્ડ પર પતિએ છૂટાછેડાની કરી માંગણી
પતિ તરફથી જણાવાયું કે, પતિ-પત્નીની ઉમંર 41 વર્ષની આસપાસની છે, તેથી જો સમયસર છૂટાછેડા થાય તો તેઓના બીજા લગ્નનો વિકલ્પ શકય બને. પતિએ જણાવ્યુ કે, પત્નીએ તેના નોકરીના સ્થળ પર તેની વિરૂધ્ધ બહાર અફેર હોવાનું કહીને ખોટો આરોપ લગાવ્યો હતો. જો કે, કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે આ કેસમાં બંને પક્ષકારોને જરૂરી સલાહ મસલત બાદ અદાલતને જાણ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી હતી.

