Get The App

ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં પત્નીએ ભજીયા નહીં બનાવી આપતાં માઠું લાગવાથી ઝેરી દવા પી લઇ આપઘાત

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં પત્નીએ ભજીયા નહીં બનાવી આપતાં માઠું લાગવાથી ઝેરી દવા પી લઇ આપઘાત 1 - image

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ઇટાળા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની સાગર ઇડલા ભાઈ ભીંડે નામના 23 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકની પત્ની સવિતાબેન સાગરભાઇએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વગોરા બનાવના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને શ્રમિક યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકને પોતાની પત્ની સાથે રસોઈ બનાવવા બાબતે બોલાચારી થઈ હતી. પત્નીને ભજીયા બનાવવાનું કહેતાં પત્નીએ ભજીયા નહીં બનાવ્યા હોવાથી માઠું લાગી આવ્યું હતું, અને આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.