વડોદરા, ડભોઈ રોડ ઉપર રહેતા દંપતી વચ્ચે અણબનાવ થતા પત્ની છેલ્લા ૨૦ દિવસથી પિયર જતી રહી હતી. બે દિવસ પહેલા ઘરમાં એકલા રહેતા પતિએ ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડભોઇ રોડ સોમાતળાવ પાસે વુડાના મકાનમાં રહેતો મોહસીન યુસુફભાઈ રંગવાલા (ઉં.વ.૨૫) છુટક મજૂરી કરતો હતો. પાંચ વર્ષ અગાઉ તેના લગ્ન થયા હતા. ૨૦ દિવસ અગાઉ દંપતી વચ્ચે અણબનાવ થતા પત્ની બે સંતાનો સાથે પિયરમા જતી રહી હતી. પત્ની ઘરે પરત નહીં આવતા આવેશમાં આવીને મોહસીને બે દિવસ પહેલા ઘરે જ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.બે દિવસ સુધી મોહસીન ઘરની બહાર જોવા ન મળતા સામેના મકાનમાં રહેતા તેના મિત્રે ઘરે જઇને તપાસ કરી તો મોહસીને ગળા ફાંસો ખાઇ લીધો હતો. કપુરાઇ પોલીસ સ્ટેશનના સુનિલભાઇએ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


