પતિ - પત્ની વચ્ચે ઝઘડો થયા પછી પતિનો આપઘાત
પંખા પર ઓઢણી વડે પતિએ ફાંસો ખાઇ લીધો
વડોદરા,પતિ -પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયા પછી આવેશમાં આવીને પતિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર શાક માર્કેટ પાસે જી.આઇ.ડી.સી. કોલોનીમાં રહેતા મનોજકુમાર રામદાસભાઇ જાટ મકરપુરા જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં નોકરી કરતા હતા. ગઇકાલે મનોજકુમારને પત્ની સાથે બોલાચાલી થતા પત્ની ઘરની બહાર આવેલી રૃમમાં જતી રહી હતી. જ્યારે મનોજકુમારે પંખામાં ઓઢણી વડે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. થોડાસમય પછી તેઓની માતા નીચે આવતા તેમણે પુત્રને લટકતો જોઇ બૂમાબૂમ કરતા લોકોએ દોડી આવીને મનોજકુમારને નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. માંજલપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રમેશભાઇ વણજારાએ ઘટના સ્થળે જઇ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.