Get The App

હોટલમાં પત્ની અન્ય યુવક સાથે નજરે ચડતા પતિએ માર મારી કાઢી મુકતા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
હોટલમાં પત્ની અન્ય યુવક સાથે નજરે ચડતા પતિએ માર મારી કાઢી મુકતા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો 1 - image

Bharuch News : કઠલાલ ખાતેની હોટલમાં મિત્રને મળવા પહોંચેલ પત્નીના વિડીયો મેળવી પતિએ તે વિડિયો પિયરપક્ષમાં મોકલી આપી પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી સમાજમાં બદનામ કરવા અંગે પીડિતાની ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે પતિ, સસરા અને દિયર વિરુદ્ધ નોંધ્યો હતો.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં રહેતી રહેતી 33 વર્ષીય મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2008માં સમાજના રીત રિવાજ મુજબ દિપક રામકિશન મિસ્ત્રી (રહે-કઠલાલ ગામ, ખેડા) સાથે થયા હતા. ગઈ તા.6 જૂનના રોજ રાત્રે ક્યાં ગઈ હતી? તેવું પતિએ પૂછતા મે જણાવ્યું હતું કે, સાસરી પક્ષ મને હેરાન કરતા હોય તે વાત બાબતે વાતચીત કરવા મિત્ર આશિક વોહરા સાથે હોટલમાં ગઈ હતી. ત્યારબાદ ખેડામાં પોલીસ વિભાગમાં નોકરી કરતા મારા દિયર દર્શન મિસ્ત્રીને મારા પતિએ આ અંગે જાણ કરતા બંને હોટલના સીસીટીવી ફૂટેજ લઈ આવ્યા હતા. અને તે વિડીયો મારા ભાઈના મોબાઇલમાં મોકલી આપ્યા હતા. અને મારા માતા-પિતાને ફોન કરી તમારી છોકરીના લક્ષણ સારા નથી અહીંથી લઈ જાઓ તેમ કહી સસરા, દિયર અને પતિએ અપશબ્દો કહી માર માર્યો હતો. અને હોટલના વિડીયો વાયરલ કરી મને તથા મારા માતા-પિતાને સમાજમાં બદનામ કર્યા છે. પતિ અને સસરા અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મારામારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.